Saturday,19 August 2017 at 10:02 PM
City : surat

બાળ ફિલ્મોત્સવ-૨૦૧૭ સુરત શહેર-જિલ્લાના ૨૩ સિનેમાઘરોમાં નાના બાળકોના મનોરંજન માટે ૬ જેટલી બાળફિલ્મો વિનામૂલ્યે દર્શાવાશે

રાજય સરકાર દ્વારા નાના ભૂલકાઓમાં નાનપણથી જ ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય, સારા વિચારોનું સર્જન થાય તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન અર્થે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા દર વર્ષે બાળ ફિલ્મોત્સવ-૨૦૧૭નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તા.૧૦/૭/૧૭ થી તા.૧૫/૭/૧૭ દરમિયાન સરકારી શાળાઓમાં ધો.૬,૭ અને ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકો માટે બાળ ફિલ્મોત્સવમાં શાળાના બાળકો મોટી સંખ્યામાં વિનામૂલ્યે બાળફિલ્મો નિહાળી શકશે.

સુરત શહેર-જિલ્લાના ૨૩ જેટલા સિનેમા/મલ્ટીપ્લેક્ષ સિનેમા ગૃહોમાં તા.૭ થી ૧૫મી જુલાઈ દરમિયાન સવારે ૯.૦૦ વાગે “આઈ એમ અબ્દુલ કલામ”, “મસ્તીખોર”, “ફેરારી કી સવારી”, “જલપરી-ધ ડેઝર્ટ મર્મેઈડ”, “હવાઈ હવાઈ”, “મીશન મમ્મી” જેવી ફિલ્મો બાળકોને વિનામૂલ્યે દર્શાવવામાં આવશે.

27 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *