Sunday,22 October 2017 at 10:01 AM
City : surat

નવા અરજદારોએ મતદારયાદીમાં પોતાના નામની ચકાસણી કરી લેવી

ભારતના ચુંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૧૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજ્યની તમામ વિધાનસભા મતવિભાગની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ પૂરવણી યાદી પ્રસિદ્ધ કરાશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા તા.૩૧/૦૭/૨૦૧૭ સુધી હક્ક/દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જે અનુસાર મતદારયાદીની પૂરવણી યાદી-૧ માં નવા મતદારોના નામ દાખલ, નામ કમી, સુધારા-વધારા સાથેની પૂરવણી યાદી-૧ તા.૨૫મી ના રોજ કલેકટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, અને તમામ નિયોજીત સ્થળોએ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જેથી તા.૦૧/૦૭/૨૦૧૭ થી તા.૩૧/૦૭/૨૦૧૭ દરમિયાન જે નવા અરજદારોએ ફોર્મ-૬,૭,૮ ૮-ક ભરેલા હોય તેઓ પોતાના નામની ચકાસણી ઉપરોકત સ્થળોએ કરી શકશે. ઓળખપત્ર હોવા છતાં મતદારયાદીમાં નામ નહી હોય તો મતદાન કરી શકાશે નહી. જેથી નવા અરજદારોએ પોતાના નામની ચકાસણી કરી લેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

18 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *