Sunday,22 October 2017 at 10:01 AM
City : surat

ગુજરાતની પ્રથમ સુરતથી બિહાર અંત્યોદય એકસપ્રેસને ભરૂચથી વિડીઓ લિંકથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવતા વડાપ્રધાન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભરૂચથી વિડિયો લિન્ક દ્વારા સુરતથી બિહારને જોડતી ગુજરાતની પ્રથમ અંત્યોદય એકસપ્રેસને ભરૂચથી વિડીઓ લિંકથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રેલવે રાજ્ય મંત્રીશ્રી રાજેન ગોહેને સુરતના ઉધના જંકશન ખાતે ઉપસ્થિત રહી ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીશ્રી રાજેન ગોહેને જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સ્વપ્નને પૂરૂં કરવા પશ્ચિમ રેલ્વેની આ બીજી અંત્યોદય એક્સપ્રેસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં કોઈપણ પ્રકારનું રિઝર્વેશન ન હોવાથી સંપૂર્ણ અનારક્ષિત ટ્રેન છે. જેમાં છેલ્લી ઘડીએ પણ યાત્રા કરી શકાય છે. રોજગારી અર્થે સુરતને કર્મભૂમિ બનાવીને સુરતમાં રહેતા લાખો ઉત્તર ભારતીય શ્રમિક વર્ગને આ ટ્રેનનો મહત્વપૂર્ણ અને સીધો લાભ મળશે. ભારતીય રેલવે દ્વારા ગરીબો અને મધ્યમવર્ગીય લોકો માટે દૂરંદેશીભર્યા કદમ ઉઠાવી અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. સુરતમાં વસતા લાખો ઉત્તર ભારતીયો માટે અંત્યોદય એકસપ્રેસમાં વતનની સફર અતિ સુવિધાયુક્ત અને આરામદાયક બની રહેશે તેમજ આ ટ્રેન ઉત્તર ભારતને પશ્ચિમ ભારત સાથે જોડતી મહત્વની કડી સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુરતના ઉધના જંકશનથી બિહારના જયનગર સુધીની આ ટ્રેન નં.૦૫૫૬૪ વડાપ્રધાનશ્રીના હસ્તે ફ્લેગ ઓફ કરી રવાના કર્યા બાદ ૧૦મી ઓકટોમ્બરના રોજ જયનગર પહોચશે. નિયમિત સેવાના રૂપમાં ઉધના-જયનગર સાપ્તાહિક અંત્યોદય એકસપ્રેસ ઉધના સ્ટેશનથી પ્રત્યેક રવિવારે ૮.૫૦ કલાકે ઉપડશે. બીજા દિવસે ૨૨.૪૦ કલાકે જયનગર પહોચશે. આ પ્રકારે પરત આવતા આ ટ્રેન નં.૧૫૫૬૩ જયનગર-ઉધના સાપ્તાહિક અંત્યોદય એકસપ્રેસ જયનગર સ્ટેશનથી પ્રત્યેક શુક્રવારે ૧.૨૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૩.૦૦ વાગે ઉધના પહોચશે. આ ટ્રેન નંદુરબાર, અમલમેર, જલગાવ, ભુસાવલ, ખંડવા, હરદા, ઈટારસી, પીપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, સતના, શંકરગઢ, છેઓકી, મીરઝાપૂર, મુગલસરાય, બકસર, આરા, પટણા, મોકામા, બરોની, સમસ્તીપુર તથા દરબંગા સ્ટેશન પર રોકાશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નગરજનોને આ પ્રસંગે મીઠાઈ વહેંચવમાં આવી હતી. આ પ્રસંગે સાંસદ સર્વશ્રી સી.આર. પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, મંડલ રેલ પ્રબંધક, મુંબઈ શ્રી મુકુલ જૈન, પ.રેલવે મહાપ્રબંધકશ્રી અનિલકુમાર જૈન સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

13 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *