Monday,18 December 2017 at 4:35 AM
City : surat

માંગરોળ તાલુકાના મહુવેઝ ગામે રૂા.૨ કરોડથી વધુના વિકાસકામોને જનસમર્પિત કરતા વનમંત્રી ગણપતસિંહ વસાવા

વન, આદિજાતિ વિકાસમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આજરોજ માંગરો તાલુકાના મહુવેઝ ગામે રૂા.૨ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્તવિધિ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ હથુરણ ગામે સેવા સેતુના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વેળાએ મહુવેઝ ગામે રૂા.૫૦ લાખના ખર્ચે મહુવેઝ ગામે આદિવાસી સ્મશાન તરફ જતા રસ્તાનું, રૂા.૫.૨૫ લાખ પેવર બ્લોકનુ કામ, ૭ લાખના સી.સી.રોડ, ૨૫ લાખના બોર, પંપ સેટ તેમજ અન્ય વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસને વરેલી રાજય સરકાર દ્વારા આંતરમાળખાકીય સવલતો પુરી પાડવા માટે ગામે ગામ કરોડોના વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાના ચાર સ્તંભો પર કાર્ય કરતી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં થયેલા અનેકવિધ કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ૫૧૧ કરોડના ખર્ચે માંડવી અને માંગરોળ તાલુકાના ગામોને સિંચાઈનું પાણી આપવા માટેની યોજનાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને માત્ર બે વર્ષમાં ખેડૂતોના ખેતરોમાં પાણી પહોચી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મંત્રીશ્રીએ રાજય સરકારના મહત્વાકાક્ષી સેવા સેતુ કાર્યક્રમથકી દાખલાઓ, મા અમૃતમ કાર્ડ, રેશનકાર્ડ જેવા અનેક કામોને ઘર આંગણે કરવામાં આવે છે જેના થકી લાખો પ્રજાજનોના ઘર બેઠા કામો થયા હોવાનું તેમણે કહ્યું હતું.

આ વેળાએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

46 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *