Monday,18 December 2017 at 4:35 AM
City : surat

ઓલપાડના માસમા ગામે રૂા.૧૪ કરોડના ખર્ચે નવનિર્મિત રાજયના પ્રથમ ફીટનેશ સેન્ટરનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયા

સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ખાતે રૂા.૧૪ કરોડના ખર્ચે નવનિર્મિત ફીટનેશ સેન્ટરનું લોકાર્પણ વાહન વ્યવહાર વિભાગ રાજયમંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે લોકાર્પણ થયું હતું. આ સેન્ટરમાં કોમર્શીયલ વાહનોની ફીટનેશની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત રાજયના વાહનવ્યવહાર વિભાગના ટેકનિકલ ઓફીસર્સ એસોસિયેશન તરફથી આ.ટી.ઓ. કચેરીમાં આવતા દિવ્યાંગો માટે સુવિધા આપવાના આશયથી રાજયની દરેક આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ કચેરીમાં વ્હિલ ચેર મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારના દ્વારા માસમા ખાતે રાજયમાં પ્રથમ ફીટનેશ સેન્ટરનું નિર્માણ થયું છે. ભારતમાં ૧૦મું અને રાજયમાં પ્રથમ એવું ફીટનેશ સેન્ટર શરૂ થયું છે. જેમ માણસનો કાર્ડિયોગ્રામ કરીને હદયનો તાગ મેળવી શકાય છે તેમ આ સેન્ટરમાં વાહનોનો કાર્ડિયોગ્રામ કાઢશે. વાહનની કેપેસીટી, બ્રેક, મશીનના સાધનો, સ્પીડ કંટ્રોલ, લાઈટ, ગીયર જેવી તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ વાહન રોડ ચાલવા માટે સક્ષમ છે કે નહી તેનું ફીટનેશ સર્ટીફીકેટ આપવામાં આવશે. જો વાહનો ફીટ હશે તો અકસ્માતોનું પ્રમાણ પણ ધટશે. રાજયમાં આગામી સમયમાં હજુ પણ આવા ફિટનેશ સેન્ટરો શરૂ કરવામાં આવનાર હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.

આ વેળાએ ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, અગ્રસચિવશ્રી વિપુલ મિત્રા, વાહનવ્યવહાર કમિશનરશ્રી આર.એમ.જાદવ, સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી પી.એ.જોષી તેમજ રાજયભરના આર.ટી.ઓ., એ.આર.ટી.ઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

56 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *